શ્વાસ માત્ર થી જો જીંદગી નીકળી જશે તારા વગર,
તો હું કદાચ જીવી જઈશ તારા વગર....
નથી સાચવી શક્યો પોતાની જાત ને એક પલ માટે,
તું જ કહે, હવે એ શક્ય જ નથી તારા વગર....
નથી અટકતી કોઈની જીંદગી મારા વગર,
પણ, અટકી જશે આ સફર તારા વગર....
શું કહેવું જરૂરી છે કે હું પ્રેમ કરું છું તને???
આ પણ સમજી જા ને મારા કહ્યા વગર....
લખેલી કવિતા તો કોઈ પણ વાંચી સંભળાવે,
કોણ લખશે કવિતા તારા માટે મારા વગર......
વાંચીશ આ કવિતા તું દિલ થી અગર...
જાણી જઈશ શું છે મારા મનમાં, કંઈ પૂછ્યા વગર....
નથી રાહ જોવી મારે હવે આ સમયની,
હજુ ક્યાં સુધી રહીશું આપણે એકબીજા વગર???
No comments:
Post a Comment